Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

Share

૯ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે ઉજવણી કાર્યક્રમો યોજાશે. વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી મોરવા(હ) ખાતે યોજાનાર કાર્યક્રમના અધ્યક્ષપદે રહેશે. જ્યારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેનશ્રી રાજેશભાઈ પાઠક અને પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ઉજવણી સમારોહ યોજાશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, છોટાઉદેપુર સાંસદસુશ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યસર્વશ્રી જેઠાભાઈ આહિર, શ્રી સી.કે.રાઉલજી, સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને આદિજાતિના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયત ધારાધોરણોનું પાલન થાય તે પ્રકારે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપારડી પંથકમાં ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી શાળાઓ ના બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી ના આયોજન થયા.

ProudOfGujarat

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ફુડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાંથી ક્રુડ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ProudOfGujarat

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!