Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તાજપુરાનાં નારાયણધામ ખાતે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

Share

પંચમહાલ જિલ્લામાં તાજપુરાના નારાયણધામ ખાતે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૭૧ માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસન્ટન્સિંગના ચુસ્ત પાલન સાથે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વૃક્ષોની સંખ્યા વધારવાની ઝુંબેશમાં સામાન્યજનને સાંકળવાના ઉદેશ્યથી વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનમહોત્સવની ઉજવણીને એક નવીનરૂપ આપ્યું તેમજ સાંસ્કૃતિક વનોના નિર્માણની પહેલ કરી હતી. આજે ગુજરાતમાં ૧૯ સાંસ્કૃતિક વન તૈયાર થઈ ચૂક્યા છે.

આ ઉજવણીએ વનોના સંવર્ધન બાબતે લોકોને વધુ સંવેદનશીલ બનાવ્યા છે. રોપેલા છોડવાઓ મોટા બની વૃક્ષ બને ત્યારસુધી તેમને પાણી પીવડાવવા સહિતની વન માવજત કરવી પણ એટલી જ જરૂરી છે તેમ જણાવતા સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે તેમ ઉમેર્યું હતું. પાવાગઢ સહિતના વૃક્ષઆચ્છાદિત વિસ્તારો પંચમહાલ જિલ્લાને મળેલ આશીર્વાદ અને પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે ત્યારે આ કુદરતી સંપદાની જાળવણી કરવાની જવાબદારી સૌને ઉત્સાહથી ઉપાડી લેવા તેમણે હાકલ કરી હતી.કાર્યક્રમમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર.કે. સુગુરે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં રક્ષણ મેળવવા માટે આપણે ઘણી બધી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે માનવજાત માટે ઔષધીય વૃક્ષો અને આવા વૃક્ષો ધરાવતા ગાઢ જંગલોની સાચવણી અને સંભાળ એ ખરેખર તો માનવજાતની પોતાની જ સંભાળ લેવા બરાબર છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સાંપ્રત સમયમાં વનીકરણના મહત્વ વિશે વાત કરતા સામાજિક વનીકરણની પહેલો વધુ સફળ અને પરિણામલક્ષી બને તે માટે રોપાઓનું વિતરણ આ છોડવાઓને સિંચાઈ માટે પાણી સહિતની કાળજીઓની જવાબદારી નિશ્ચિત કર્યા બાદ જ કરવાની અને જે-તે સંસ્થાઓ છોડવાઓ રોપવા માટેના ખાડા તૈયાર કર્યા બાદ જ રોપા આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વનસંરક્ષકશ્રી એમ.સી. સોલંકીએ સામાજિક વનીકરણની કામગીરી બાબત વિગતો આપી હતી. નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ)શ્રી એ.એસ.પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેકનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ અને પંચાયતના પદાધિકારીઓ અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી આર.કે. સુગુર, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં સામેલ થયા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરા : ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઇ કરતાં ભેજાબાજો ઝડપાયા.

ProudOfGujarat

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુની કમાલ, સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોંચી.

ProudOfGujarat
error: Content is protected !!