તાજેતરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા સાથે બાબા સાહેબ આંબેડકરની આમાન્ય ન જળવાય તે રીતે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ વિડીયો બનાવનાર ગેંગે યુટયુબ પર વધુ લાઈક અને વ્યુઅર્સ મેળવવાના લોભમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરને ટેડી બિયરની સાથે સરખામણી કરી હતી અને તેને યુટયુબ પર અપલોડ કરી વાઇરલ કર્યો હતો. આ બાબતે દલિત સમાજમાં ભયંકર આક્રોશની લાગણી ફેલાય ગઈ છે. જેને આ ઘટના વખોરી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. તાજેતરમાં ભરૂચનાં રેલ્વે ગ્રાઉન્ડ સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે કેટલાક યુવાનોએ ડૉ.બાબા સાહેબ આંબેડકરને ટેડી બિયર સાથે સરખાવી વિડીયો બનાવી પોતાની યુટયુબ ચેનલ લુલી ગેંગ પર અપલોડ કરી વધુ વ્યુઅર્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસની સજા મળતી હોય તેમ દલિત સમાજ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લુલી ગેંગ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. આમ વિડીયો બનાવી વધુ વ્યુઅર્સ અને લાઈક મેળવવાની લ્હાય કેટલીકવાર સજા પણ ભોગવવી પડે છે.
ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવતા આજરોજ દલિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement