તાજેતરમાં ફલશ્રુતિનગર વિસ્તારમાં કોરોના સારવાર અંગે ખાનગી હોસ્પિટલની પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નગરપાલિકાનાં ઝોન અને પરવાનગી પ્રમાણે અમારો વિસ્તાર ફલશ્રુતિનગર રહેણાંક વિસ્તાર છે. જેથી કોવિડ હોસ્પિટલ બની શકે નહીં તેમજ આ વિસ્તારમાં રસ્તા નાના છે તેમજ ઘણી હોસ્પિટલ હોવાના પગલે ટ્રાફિકજામની સમસ્યા રહે છે. તેમજ નાના મોટા અકસ્માત થાય છે. 9 મીટરનો એક રોડ છે જેની ઉપર 10 હોસ્પિટલ આવેલ છે. તેથી આ રોડ ઉપરથી એમ્બુલન્સની અવરજવર થાય છે તેથી કોમ્યુનિટી સ્પ્રેડ થવાની સંભાવના વધી જાય છે. તેમજ કોવિડ હોસ્પિટલને અડીને એક જ દીવાલે ઘર ફલશ્રુતિનગરની દીવાલને અડીને આવેલા છે. જેથી કોરોના સ્પ્રેડનો ખતરો વધી જાય છે. હોસ્પિટલ રોડ પર જ હોવાથી સગા-સંબંધીઓ રોડ પર જ બેસે છે એટલું જ નહીં પરંતુ કોવિડ હોસ્પિટલની પરમીશન આપેલ રોડની સામે ઝુંપડપટ્ટી આવેલ છે જેમની પાસે કોઈ સેફટીના સાધન નથી માસ્ક પણ નથી. તેઓને પણ ચેપ લાગવાની શકયતા છે. હોસ્પિટલવળી બિલ્ડીંગમાં ઓફિસો તથા બીજા દવાખાના આવેલા હોય અને દાદર અને લિફટ એક જ હોવાથી દરેક પેશન્ટ અને હોસ્પિટલમાં મળવા આવતા માણસોને ચેપ લાગવાની સંભાવના રહે છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકેની મંજૂરી રદ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement