Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને લેખિત આવેદન આપ્યુ.જાણો કેમ?

Share

પંચમહાલ જીલ્લામાં આવેલી ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાય યોજના હેઠળના અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને સહાયક અધ્યાપક તરીકે ફરજ બજાવતા અધ્યાપકો દ્વારા આવેદનપત્ર આપીને પોતાની માગંણીઓ પુરી કરવામા આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે ‘‘ ગુજરાત રાજ્યની આશરે 350 થી પણ વધારે ગ્રાન્ટેડ કોલેજોંમાં અધ્યાપકોની ભરતી યુજીસીની લાયકાત અને કેન્દ્રિયકૃત મેરીટના આધારે પ્રથમ પાંચ વર્ષ ફિકસ પગારમાં અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવે છે.આ અધ્યાપકોના ઘણા પડતર પ્રશ્નોની માંગણીઓનો સરકાર દ્વારા કોઈ ઉકેલ આપવામા આવતો નથી. આવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે સરકાર દ્વારા ઠરાવો બહાર પાડીને વર્ગ ૩-૪ માં ફિકસ પગારમાં ફરજ બજાવતા તમામ શાળાના વિદ્યાસહાયકોની પાંચ વર્ષ ફિકસ પગારની નોકરી સંળગ ગણીને બઢતી, ઉચ્ચત્તમ પગાર ધોરણ સહીતના લાભો આપ્યા છે. પરંતુ સહાયક અધ્યાપકોને લાભોથી વંચિક રાખવામા આવ્યા છે. તો સહાયક અધ્યાપકોને પણ પાંચ વર્ષની ફિકસ નોકરી કાયમી સેવા સાથે સંળગ ગણીને બઢતી, ઉચ્ચત્તક પગાર ધોરણ, નિવૃતિ વિષયક તેમજ કેરિયર એડવાન્સ મેન્ટ સ્કિમ સહીતના લાભો આપવામાં આવે.શાળાના શિક્ષકોને ફાજલનું રક્ષણ આપવામા આવ્યુ છે. તો કોલેજોમાં અધ્યાપક સહાય યોજના હેઠળ જોડાયેલા અધ્યાપકોને પાંચ વર્ષ દરમિયાન કે પાંચ વર્ષ પુર્ણ કરી પુરા પગારમાં સમાવ્યા બાદ પણ શા માટે રક્ષણ કરવામા આવતુ નથી.? આથી અધ્યાપકોને પણ કોલેજોમાં વર્ગ ઘટાડો થતા કે કોલેજ બંધ કરતા ફાજલનું રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી,સાથે તેમણે ફિકસ પગારમા વધારો કરીને સાતમાં પગાર પંચ મુજબ પગાર વધારાનો લાભ આપવામા આવે તેવી આવેદનપત્રમાં રજુઆત કરી હતી. સહાયક અધ્યાપક સુરેશ ચૌધરી, રૂપેશ નાકર સહીતનાંઓએ હાજર રહી ધારાસભ્ય સી.કે રાઉલજીને પોતાની માંગણીઓની રજુઆત કરતુ આવેદન આપ્યુ હતુ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ અન્વયે ભાઈઓ માટેની દોડ યોજાઈ.

ProudOfGujarat

દેડીયાપાડા ખાતે તાલુકા કક્ષાની નવી લાયબ્રેરી બનાવવા આવેદન આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ” ખાદી દિવસ ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!