ભરૂચથી મકતમપુર જવાના માર્ગ પર આવેલ સેફાયર એપાર્ટમેન્ટ પાછળનાં ઝાડી ઝાંખરામાંથી એક પુરૂષ અને એક મહિલાનાં મૃતદેહો મળી આવ્યા હતા. બંનેનાં શરીરો પર ઇજાના નિશાનો મળી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ નજીકથી બાઇક પણ મળી આવી હતી તે સાથે એક લેડીસ પર્સ મળી આવ્યું હતું જે મૃતક મહિલાનું હોય તેમ જણાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સી ડિવીઝનનાં પી.આઇ. ઉનડકટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમને તપાસનો આરંભ કરતાં પુરૂષની ઓળખ થઈ હતી જે તુલસીભાઈ રમણભાઈ સોલંકી ઉં.35 રહે. રૂંગટા સ્કૂલની પાછળ હોવાનું જણાયુ હતું જે અપરણિત હતો અને તે તુલસીધામ વિસ્તારમાં ચશ્મા અને પટ્ટા જેવી ચીજ વસ્તુનું વેચાણ કરી જીવન ગુજારતો હતો જયારે મૃતક મહિલાની ઓળખ અલકા જગદીશભાઇ રાઠોડ હોવાનું જણાયું હતું. તે ઘરકામ કરતી હતી અને તેની ઉંમર પણ 35 હતી તે પરણિત હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના નદી કિનારા તરફ જતાં કેડી સમાન રસ્તા પર આવેલ ઝાડી ઝાંખરામાં બની હતી. બંને મૃતકોનું મોત કયા કારણોસર થયું તે અંગેની તપાસ સી ડિવીઝનનાં પી.આઇ. ઉનડકટ કરી રહ્યા છે.
ભરૂચથી મકતમપુર જવાના રોડ પર આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીક મહિલા અને પુરૂષની ઇજાગ્રસ્ત લાશ મળી આવી જાણો રહસ્યમય ઘટનાની વધુ વિગતો.
Advertisement