કોરોના મહામારી પગલે તમામ પર્વની ઉજવણી અંગે લોકોમાં ઉત્સાહનો અભાવ
રક્ષાબંધનના પર્વ આડે ગણતરીના દિવસ ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભરૂચ જિલ્લાના બજારોમાં કોઈ તેજીનું વાતાવરણ જણાતું નથી. વિતેલા વર્ષોમાં રક્ષાબંધનના પર્વની આગલા દિવસે રવિવાર હોય તો પણ બજારો ખુલ્લા રહેતા હતા. પરંતુ આ વર્ષે એવું થયું નથી. મંદી, મોંઘવારી અને કોરોના મારામારીના પગલે ભરૂચ જિલ્લાના રક્ષાબંધન નિમિત્તે બજારોમાં ખુબ તેજીનું વાતાવરણ જણાતું નથી. ભરૂચ જિલ્લામાં રક્ષાબંધન અગાઉ ભાવ હાલ કયા કયા ધંધામાં તેજીનું વાતાવરણ નથી. તે અંગે જોતા સૌપ્રથમ અગાઉના વર્ષમાં રક્ષાબંધનની જેટલી હંગામી દુકાનો જણાતી હતી. તેવી કેટલી સંખ્યામાં રસ્તામાં દુકાનો જણાતી નથી. એટલું જ નહીં પરંતુ રક્ષાબંધન પર્વ નિમિત્તે મીઠાઈના ધંધામાં પણ તેજી આવીતી હતી. તે આ વર્ષે જણાતી નથી. એટલું જ નહીં પરંતુ ભાઈઓ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ભેટ આપવામાં આવે છે. આવી ભેટોમાં સાડી થી માંડીને અલંકાર જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે આવી ચીજવસ્તુઓમાં પણ તેજી ન જણાતા વેપારીઓ નિરાશ થઈ ગયા છે. રક્ષાબંધન નિમિત્તે વેપારીઓએ કોઇ સેલ કે કોઈ સ્કીમ જાહેર કરેલ નથી.જે નોંધપાત્ર બાબત કહી શકાય.