Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : એસ.ટી,એસ.સી, ઓ.બી.સી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને આવેદન આપ્યું.

Share

ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે વર્ષ ૨૦૧૮ માં કરેલાં ઠરાવને પગલે, એસસી, એસટી અને ઓબીસી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપને પગલે મહિ‌લા શક્તિ સેના દ્વારા ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીને આવેદન આપવામા આવ્યુ હતુ. એસસી, એસટી, અને ઓબીસી સમાજની મહિલાઓને સરકારી ભરતીઓમાં થઈ રહેલાં અન્યાય બાબતે, એસસી,એસટી અને ઓબીસી સમાજે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર મોકલવામાં આવ્યુ હતું. અને ભારતીય બંધારણના મળેલાં હકોનું રક્ષણ કરીને ગુજરાતની ૮૦ ટકાથી વધુ વસ્તીને ન્યાય આપવાની માંગ કરીને સરકારી ભરતીઓમાં મહિલાઓને થઈ રહેલાં અન્યાય અંગે જણાવ્યુ હતુ. સામાન્ય વહીવટ વિભાગે ૧-૮-૨૦૧૮ ના ઠરાવથી મેરીટના આધારે પસંદ થયેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓને સંબંધિત કેટેગરીની મહિલા અનામત તરીકે ગણવાની જોગવાઈ કરી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને આગામી દિવસોમાં નિરાકરણ નહી કરવામાં આવે તો ૮૦ ટકાથી વધુ લોકોની નારાજગીનો સરકાર ભોગ બનશે તેવી ગર્ભિત ચીમકી આપીને તમામ જવાબદારી રાજ્ય સરકારની અને સામાન્ય વહીવટ વિભાગની રહેશે તેમ જણાવી આવેદનપત્ર ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી મોકલવામાં આવ્યું હતું જેમાં એસી એસટી અને ઓબીસી સમાજના મનુ રોહિત, મણિબેન રાઠોડ, ગોપાલભાઈ પટેલ, નટુભાઇ વણકર, મનોજ ગુજરાતી, રક્ષિત શ્રીમાળી, ભાવેશ રાઠોડ, અશ્વિન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

ProudOfGujarat

ભરૂચ શહેર માં વિશ્વ આદિવાસી દિવસઃ ની આદિવાસી સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય બાઇક રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી…

ProudOfGujarat

નેત્રંગ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભેચ્છા મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!