પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૫૦૯ થવા પામી છે. નવા મળી આવેલા ૨૧ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૬ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૪ અને કાલોલમાંથી ૦૪ કેસ અને હાલોલમાંથી ૦૭ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૪૧૬ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ અને ગોધરા ગ્રામ્યમાંથી ૧ કેસ અને ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૯૩ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૦૩ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૭૧ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. હળવા લક્ષણો ધરાવતા ૪૦ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૦,૭૨૮ સેમ્પલ પરિક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી ૫૦૯ સેમ્પલ પોઝિટીવ અને ૧૦,૧૪૩ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસો મળી આવવાના પરિણામે ૩૧૪ વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે, જે પૈકી ૨૮ દિવસો સુધી કોઈ નવો કોરોના કેસ ન મળવાના પરિણામે ૧૦૭ ઝોનને મુક્ત કરી દેવાયા છે. જિલ્લાના ૪,૦૩૧ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી