હાલ અમદાવાદના પોલીસ કમિશનર પદે રહેલા આશિષ ભાટિયા 1985 ની ગુજરાત કેડરના IPS છે. તેઓને 2001 માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. 2016 માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી છે. અગાઉ અમદાવાદમાં કમિશનર તરીકે નિમાયા તે પહેલા CID, ક્રાઈમ અને રેલવેના DGP હતા. 2002 માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોના નવ કેસની તપાસ તેમના દ્વારા કરાઈ હતી. રમખાણો મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી SIT ના પણ તેઓ સભ્ય હતા. ભાટીયા કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેઓ મૂળ હરિયાણાના વતની છે પણ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. આશિષ ભાટિયા મજબૂત આત્મવિશ્વાસ ધરાવે છે. મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેમની કારકિર્દીમાં એવા એક પણ કેસ નથી કે જે તેમને અમદાવાદના પો. કમિશનર બનવામાં અડચણ ઊભી કરે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે. ડીસીપી તરીકે તથા જેસીપી તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ 2008 નાં સિરિયલ બ્લાસ્ટ કેસને ઉકેલવાનો શ્રેય તેમને જ જાય છે.
રાજ્યનાં DGP તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરવામાં આવી રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરી છે. .
Advertisement