Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

Share

વલણ તાલુકો તેમજ કરજણ વિસ્તારમાં પ્રસરતા કોરોના પોઝીટીવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે અને વલણ તેમજ પાલેજ પંથકની જનતાને ભરૂચ વડોદરા સુધીના જવું પડે અને નજીકમાં જ સારવાર મળી રહે એ હેતુસર વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીની પરવાનગીથી વલણ ખાતે ૩૧ જુલાઈને શુક્રવારે બપોરે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત વલણ હોસ્પિટલમાં કોવિડ ૧૯ સેન્ટર તથા આઈસોલેશન વોર્ડ ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. પાલેજથી માત્ર દોઢ કી.મી ની અંતરે આવેલ વલણ સાર્વજનિક હોસ્પિટલ ખાતે શુક્રવારના રોજ બપોરે ૧૧ વાગ્યાના સમયે વડોદરા જમનાબાઈ હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડોક્ટર આર.એસ.રાય,ડોક્ટર જીગનાબેન દલવાડી,ડોક્ટર જૈમિન ઘોસ એ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સમયે મૌલના સીરાજ ભાદી હસ્તે હોસ્પિટલના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દુઆ કરવામાં આવી હતી જેથી દવા અને દુવા બંનેના સહયોગથી કોરોના જેવી મહામારી જેવી બીમારીને માત આપી શકાય.

વલણ સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશન માટે ૫૦ જેટલા બેડ સાથે કોરનટાઈન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.વેન્ટિલેટર બાઈપેક તેમજ ડિજિટલ એક્ષરેની સુવિધા અને ઓક્સિજનની પણ પુરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પ્રસંગે મૌલાના સીરાજ ભાદી (ઉસ્તાદ દારૂલ ઉલુમ કંથારીયા તા.જી.ભરૂચ) તેમજ વલણ વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઇ વલીભાઈ મટક હોસ્પિટલ કમિટીના સદસ્યો હોસ્પિટલની જવાબદારી સંભાળતા ટ્રસ્ટનાં સેક્રેટરી ઇકબાલભાઈ ઇખરીયા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે યુનુસભાઈ અમદાવાદી વલ્ડ વોરા ફેડરેશન ઇન્ડિયા પ્રમુખ (ચેપટર) સલીમભાઈ ફાંસીવાલા વેલફેર હોસ્પિટલ ભરૂચ દ્વારા વલણ હોસ્પિટલને પૂરતા સહયોગની ખાત્રી પાઠવી હતી. આ ઉપરાંત યુ.કે માં વસવાટ કરતાં જર્મન બ્રધર્સ મોહંમદભાઈ જર્મન,બસીર ભાઈ દાણા,યુસુફ ભાઈ વલીભાઈ મટક,કારી યાકુબ ભાઈ નાનજી અને અન્ય મહાનુભાવોએ જેમનું અમૂલ્ય યોગદાન વલણ હોસ્પિટલ સાથે સંકળાયેલું છે તેઓ સર્વેએ ટ્રસ્ટી મંડળને યુ.કે થી શુભેચ્છાઓ પાઠવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં ‘રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન’- NeVA નું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા એક જ રાતમાં 8 જેટલી દુકાનોનાં શટર તોડવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો.

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!