ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધતી જતી સંખ્યાનાં પગલે જયારે સરકારી તંત્ર ચિંતિત છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલની બેદરકારીનાં પગલે કોરોના દર્દીઓની વ્યવસ્થિત સારવાર ના થતી હોવાની ફરિયાદ થતાં સાંસદ મનસુખભાઈ વસાવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જ્યાં તેમને વિવિધ માહિતી માંગતા એક બાબત સપષ્ટ થઈ હતી કે સિવિલ હોસ્પિટલમાં 5 તબીબ અને 43 નર્સોની ઘટ જણાય રહી છે. કોરોનાની આવી પરિસ્થિતીમાં તબીબ અને નર્સોની સંખ્યામાં વધારો કરવા કરતાં ઘટાડો થતાં સાંસદે યોગ્ય સ્થળે રજૂઆત કરવા અંગે ખાતરી આપી હતી. આ તબક્કે તેમને એમ પણ જણાવ્યુ કે ભરૂચ ખાતે એક વધુ સરકારી મલ્ટીસ્પેશિયાલિટી અદ્યતન હોસ્પિટલની જરૂરિયાત સ્પષ્ટપણે જણાય રહી છે તે અંગે પણ યોગ્ય કરવા તેમને ખાતરી આપી હતી.
Advertisement