દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોરોના ની મહામારી સામે પ્રજાનું રક્ષણ કરતા મૃત્યુ પામેલા ફ્રન્ટ લાઈન વોરીયર્સ પોલીસ કર્મચારીઓનાં પરિવારને સેફ પંચમહાલ ફાઉન્ડેશન તથા જિલ્લા પોલીસ દળના અધિકારી તથા કર્મચારી દ્વારા 4 લાખની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વભરમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લાખો લોકોના જીવ લીધા છે. ત્યારે આવી મહામારી વચ્ચે લોકડાઉનમાં જેઓ કાયદો અને વ્યવસ્થા જવાબદારી સંભાળે છે.તે પોલીસે પણ કોરોના વોર્રિયસ તરીકે લોકડાઉનના સમયમા પોતાની ઉમદા ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.આ કોરોનાની સામે લડતમાં રાજ્યમાં પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા.પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે ફરજ બજાવતા ગીરવતસિંહ અમરસિંહ સોલંકી અગ્ર હરોળના કોરોના વોરિયર્સ તરીકેની ફરજ દરમિયાન કોરોના વાયરસ સંક્રમિત થતા સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા, જે પોલીસ કર્મચારીએ સતત ૩૭ વર્ષ સુધી ગુજરાત પોલીસમાં ખૂબ જ નિષ્ઠાથી ખંતપૂર્વક બજાવેલ ફરજ ધ્યાને લઇ સેફ પંચમહાલ ફાઉન્ડેશન તથા જિલ્લા પોલીસ દળના અધિકારી તથા કર્મચારી દ્વારા આર્થિક સહાય પેટે રૂપિયા ૪,૦૦,૦૦૦/- તથા સન્માન પત્ર તેમના પરિવારજનોને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના વરદ હસ્તે એનાયત કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : કોરોના મહામારીમાં અવસાન પામેલા પોલીસ કર્મીનાંપરિવારને આર્થિક સહાય આપી સન્માનપત્ર એનાયત કરાયુ.
Advertisement