દેશમાં છેલ્લા પાંચ-છ માસથી કોરોના વાઇરસની મહામારીનાં કારણે લોકડાઉન ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અને જીલ્લાઓમાં પણ લોકડાઉનનો અમલ કારવાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ છેલ્લા પાંચ મહિનાથી લોકોના ધંધા-રોજગાર, વેપાર તેમજ મજૂરી કરી ખાનારા લોકોની આવક બંધ થઇ છે. લોકોનું સામાન્ય જીવન જીવવું પણ કપરું બની રહ્યું છે. આ પરિસ્થિતીમાં જીવનનિર્વાહ કરવાના પણ ફાફાં પડી રહ્યા છે. આ સંજોગોને ધ્યાનમાં લઈ ભરૂચનાં જાગૃત નાગરિકોએ આના અનુસંધાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં કોવિડ 19 મહામારીમાં ધંધા-રોજગારથી વંચિત લોકોના વીજબિલ, હાઉસટેક્ષ, વ્યવસાયવેરા, ભાડાપટ્ટાની દુકાનોનાં ભાડા અને ઇ.એમ.આઇ. માફ કરવાની માંગ કરવામાં આવી છે અને સરકારને આ કપરા સમયે લોકોને તકલીફોમાંથી રાહત મળે તેવી માંગ કરાઇ છે તથા આ બાબતે ગુજરાત સરકાર વહેલી તકે પ્રજાનાં હિતમાં નિર્ણય લે તેવી વિનંતી કરવામાં આવી છે.
કોરોના મહામારીનાં આ સમયે લોકોના બિલો, વેરાઓ, ભાડા તથા ટેક્ષો માફ કરાવવા ભરૂચનાં જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું.
Advertisement