ભરૂચ શેખપુરા વિસ્તારમાં રહેતા સઇદ ઉર્ફે ભૂરાએ બી ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં બે દિવસ પહેલા ઇદ્રીસે તેના મિત્ર ઇલ્યાસ ઈસ્માઈલ વલી પટેલને એમ જણાવ્યુ હતું કે સઇદ ઉર્ફે ભૂરો અપશબ્દો ભાંડે છે જેથી ઇલ્યાસ ગેરેજ પર સઇદ ઉર્ફે ભૂરાને મળવા આવ્યો હતો ત્યાંથી જ ઇલ્યાસે ઇદ્રીસને ફોન કર્યો હતો કે તું બાયપાસ ઊભો રે હું આવું છું એમ કહી ઇદ્રીસ અને તોસિફ એક ઇકો કારમાં જયારે નિવૃત પોલીસ કર્મીનો પુત્ર ઈમરાન સોકત ખીલજી બાઇક પર ઘટના સ્થળે આવી ગયો હતો. જ્યાં ઇદ્રીસ બમ્બૈયાએ ઝપાઝપી કરી દેશી કટ્ટાથી ગોળીબાર કરતાં સઇદનાં કમરનાં ભાગે ગોળી વાગી હતી. આ પ્રકરણમાં એસ.ઓ.જી. એ 2 આરોપીને ઝડપી પાડયા હતા. જયારે બી ડિવીઝન પોલીસે સાગરીક ઇલ્યાસ ઈસ્માઈલ વલી પટેલને ઝડપી પાડયો હતો. જોકે હજી નિવૃત પોલીસ કર્મીનો પુત્ર ઈમરાન સોકત ખીલજીને ઝડપવાનો બાકી છે.
Advertisement