રાજયમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઢોર માટે ઘાસચારો પણ નથી, પીવાના પાણીની મુશ્કેલી પણ ઉભી થઈ છે. કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે મંદીના માહોલમાં મજુરવર્ગ પણ મુશ્કેલી મુકાયા છે આવી બાબતોને લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા પંચમહાલ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેકટરને આપવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે વરસાદ જ ઓછો થયો હોઈ મોટાભાગના વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયા છે.જેના કારણે પંચમહાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પંચમહાલ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા સહિતની વિવિધ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેમ સિંચાઈ યોજનાઓમાં પાણીનો અભાવ તથા વીજળી પ્રવાહની મુશ્કેલીઓને કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં લઇ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ગોધરાખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરીવાલા ખેડૂત અગ્રણી ભાદરસિંહ પટેલએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેકટર આપી ખેડૂતોને ન્યાય આપવા માંગ કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા જીલ્લા કોંગ્રેસની માંગ, ગુજરાતનાં મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને આવેદન.
Advertisement