Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વર જ્યારે કોરોનાનો હોટસ્પોટ બન્યો હોય કેસો દિવસે દિવસે વધતા હોય જેને ધ્યાને લઇ અંકલેશ્વર શહેરમાં કોવિડ 19 ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૦ ના રોજ ડેપ્યુટી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી. જો કોઈ નિકાલ ન આવતા વિપક્ષી ઉપનેતા શરીફ કાનૂગા દ્વારા જિલ્લા આરોગ્ય સમિતિ ખાતે તપાસ કરતા અંકલેશ્વર નગરપાલિકા શરૂ કરશે અને નગરપાલિકા ખાતે તપાસ કરતા આરોગ્ય સમિતિ શરૂ કરશે એવી એક બીજા પર ખો આપતા નજર આવતા આ મુદ્દે હાલાકી અંકલેશ્વરના લોકોને ભોગવવી પડે છે. જેને લઇ પ્રજાના હિતને ધ્યાને લેતા અંકલેશ્વર નગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા શરીફ કાનૂગા તેમજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા સોસીયલ મીડિયા તેમજ સ્થાનિક મીડિયા મારફતે ચીમકી ઉચ્ચારી હતી કે જો આવતા ૪૮ કલાકમાં ટેસ્ટિંગ સેન્ટર ના શરૂ કરાશે તો અમે ધરણા કરીશું, આજ રોજ ૪૮ કલાકની મુદત પુરી થતા ઉપનેતા શરીફ કાનૂગા તેમજ મહામંત્રી વસીમ ફડવાલા નગરપાલિકા ખાતે યુવા ટીમ સાથે આવી ધરણાનો કાર્યક્રમ રાખ્યું હતું, જ્યાં પોલીસ કાફલો આવી જતા માહોલ ગરમાયો હતો, જિલ્લા યુવા મહામંત્રીના જણાવ્યા મુજબ જ્યારે નાનાથી લઇ મોટા વેપારીઓ આ મહામારી માટે યોગદાન અને સાથ સહકાર આપી રહ્યા હોય, ભગવાનશ્રી જગન્નાથજીનીની યાત્રાને પરવાનગી ગુજરાત સરકાર ના આપતી હોય, અમારા જેવા યુવાઓ તંત્રને જગાડવા ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિથી ધરણા અને વિરોધ પ્રદર્શન કરતા હોય એમને પોલીસ પ્રસાશન દ્વારા બળજબરીથી રોકવામાં આવતા હોય અને બીજી બાજુ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખની રેલીને પરવાનગી આપી ધારા ૧૪૪ ના લિરે લિરા ઉડતા હોય ત્યાં ભાજપ સરકારની બેવડી નીતિ સામે આવે છે અને સરકારે સાબિત કરી દીધું કે આ એક તાનશાહ સરકાર છે જે પોતાને ભગવાનથી પણ ઉપર રાખે છે. શરીફ કાનુગા, વસીમ ફડવાલા સહીતના આગેવાનોને અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં પાલિકા વિપક્ષી ઉપનેતા શરીફ કાનૂગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, વિનય પટેલ, પ્રતીક કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ પદ માટે રશ્મિકાન્ત પંડ્યાની દાવેદારીને કાર્યકરોએ વધાવી.

ProudOfGujarat

જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.

ProudOfGujarat

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!