ભરૂચ પંથકમાં એવો બનાવ બન્યો કે જેમાં આરોપીએ એકસાથે પોલીસતંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્રની આંખોમાં ધૂળ નાંખી ફરાર થઈ ગયો હતો. ભરૂચ નગરમાં નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં બે આરોપીઓએ એક વૃદ્ધાની સાથે છેતરપિંડી કરી હતી. જેમાં સરકારી સહાય મેળવવાની લાલચ આપી સોનાનાં ઘરેણાં આરોપીઓએ વૃદ્ધા પાસે પડાવી લીધા હતા. આ આરોપીઓને ભરૂચ શહેર પોલીસે સુપરમાર્કેટ વિસ્તાર પાસેથી ઝડપી પાડયા હતા.પરંતુ તેઓનો કોરોના ટેસ્ટ જરૂરી હોય તે માટે કોરોના ટેસ્ટ માટે મોકલતા એક આરોપીનો કોરોના પોઝીટિવ આવ્યો હતો. જેના પગલે વિક્રમ કાલેને કોરોના સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની સારવાર બાદ વિક્રમ કાલે પોલીસતંત્ર અને સિવિલ હોસ્પિટલતંત્રની આંખમાં ધૂળ નાંખી ફરાર થઈ ગયો હતો. જોકે તેનો સાગરીત એ ડીવીઝન પોલીસ પોલીસ પાસે છે. સિવિલ હોસ્પિટલ કે જયાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે દર્દીઓ આવી રીતે નાસી જાય તે માટે કોને કસૂરવાર ઠેરવવા એટલુ જ નહીં પણ સબજેલના કેદીઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે ત્યારે આરોપીને કસ્ટડીમાં રાખી સારવાર કરવામાં આવતા હોવા છતાં આરોપી ફરાર થઈ જાય તે બાબત સિવિલ હોસ્પિટલની બેદરકારી ભરેલ કાર્યનું ઉદાહરણ છે. તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
ભરૂચ : એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં કોરોના પોઝિટિવ આવેલ આરોપી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ લઈ ફરાર થઈ જતાં પોલીસતંત્રમાં દોડધામ.
Advertisement