કોરોના મહામારી ભરૂચ જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહી છે તેથી કોરોના પોઝીટિવ દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લાનાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર, ઓક્સિજનનાં અભાવનાં પગલે કોરોના પોઝીટિવ દર્દીઓને ખૂબ સહન કરવું પડે છે. આ ઉપરાંત પણ અન્ય હૉસ્પિટલમાં પણ પૂરતી વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રણાએ અપીલ કરી છેકે ભરૂચ જીલ્લામાં કંપનીઓ પાસે CSR ફંડ છે તેનો ઉપયોગ કોરોના યુગમાં ભરૂચ જીલ્લાનાં કોરોના પોઝીટિવ દર્દીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન પૂરત પ્રમાણમાં મળે તે માટે કરવો જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે આ કોરોના યુગમાં કંપનીઓ દ્વારા ભરૂચ જીલ્લાનાં રહીશો માટે કોરોના સામે લડવા યોગ્ય સગવડ અને સવલત મળે તે માટે CSR ફંડનો સદઉપયોગ કરવો જોઈએ.
Advertisement