માં દશા માતાનું વ્રત પૂર્ણ થવાની આરે છે ત્યારે દશ દિવસની પુજા બાદ માતાનું વિસર્જન નદીમાં કરવામાં આવે છે. ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા શ્રદ્ધાંજલી ગૃપનાં કૃણાલ ચંદુભાઈ પટેલ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે પી.ઓ.પી. ની મુર્તિનું વિસર્જન આ વખતે નદી તળાવમાં નહીં કરવા દેવાય તેથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કઈ રીતે કરવામાં આવે તે અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી તેનો બહોળો પ્રચાર કરી વિસર્જન અર્થે વિવિધ સવલતો પૂરી પાડી મદદ થવા વિનંતી કરવામાં આવી છે જેથી કોઇની ધાર્મિક લાગણી દુભાય નહીં. સદર આવેદનપત્રમાં કૃણાલ સી. પટેલ, તેજસભાઈ પટેલ, સંજય પરમાર, પ્રદીપ રાજ, બબુલ સોલંકી, પ્રગ્નેશ પટેલ, રતિલાલ સોલંકી, વિજયભાઈ, ઉત્સવભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : માં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement