આવનારા દિવસોમાં બકરી ઈદનું પર્વ છે ત્યારે આ વર્ષે બકરી ઈદનાં તહેવારનાં અનુસંધાને પશુઓનાં કતલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બકરી ઈદના તહેવારની ઉજવણી તા.31-7-2020 થી 1-8-2020 નાં રોજ થવાથી તહેવારનાં દિવસોમાં કતલખાના બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલને કારણે કે અન્ય કોઈપણ પશુની કતલને કારણે શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ફોજદારી કાર્યરિટી અધિનિયમ કલમ 144 મુજબ પગલાં લેવામાં આવશે. ભરૂચ જીલ્લાની હદની અંદર કોઈપણ વ્યક્તિએ ઈદના બંને દિવસે કતલખાનાની મકાનની બહાર કોઈપણ સ્થળે પશુઓની કતલ કરવી નહીં તેમજ ભરૂચ જીલ્લાની હદમાં જાહેર સ્થળોમાં દેખાઈ તે રીતે અન્ય કોઈપણ પશુની કતલ કરવી નહીં.
Advertisement