Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં આજે નવા ૧૨ કેસો પોઝિટિવ મળ્યા કોરોના સંક્રમણના કુલ કેસનો આંક ૪૩૩ થયો.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૧૨ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૪૩૩ થવા પામી છે. નવા મળી આવેલા ૧૨ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૬ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૬ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૫ અને કાલોલમાંથી ૧ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૧, કાલોલ ગ્રામ્યમાંથી ૩, શહેરા ગ્રામ્યમાંથી ૧ અને જાંબુઘોડા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૬૪ દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૬ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં હજી સુધી ૩૫૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૭૭ કેસો નોંધાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૮,૯૪૭ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૫,૮૦૮ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૩૧૩૯ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૧૦,૦૧૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ૯૫૦૦ નેગેટિવ, ૪૩૩ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને ૦૩ સેમ્પલ રિપીટ સેમ્પલ છે. હાલની સ્થિતિએ ૩૬ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરતમાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર થયેલ હુમલાનાં મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રુપે આજે પણ તકતી હયાત છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના સીમોદરા ગામે આશા વર્કરોનું વાર્ષિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!