Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : અમીર સત્ય ફાઉન્ડેશન ટીમનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ.

Share

અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત ટીમનાં માર્ગદર્શન હેઠળ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાનાં હોદ્દેદારો સાથે ગુજરાતની નવી ટીમ દ્વારા કેક કાપી પ્રથમ બેઠક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અંકિતભાઈ પંચાલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોષાધ્યક્ષ અંકિતભાઈ મકવાણા અને પ્રદેશ સંયોજક હાર્દિકભાઈ પંચાલ, પંચમહાલ જિલ્લા અધ્યક્ષ નિશાબેન ગજ્જર, પંચમહાલ જિલ્લા મંત્રી દિવ્યાબેન લુહાણા, પંચમહાલ જિલ્લા કોષાધ્યક્ષ પવનભાઈ મૂળચંદાની, મહીસાગર જિલ્લા અધ્યક્ષ નિશાબેન સોની, મહીસાગર જિલ્લા મંત્રી હેમાબેન ભોઈ, આરતીબેન પટેલ, પ્રિયંકાબેન શ્રીમાળી, રેશ્માબેન ધામાણીની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ અંકિતભાઈ પંચાલ દ્વારા સંસ્થા દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યક્રમોની માહિતી આપી જેમાં મહિલા ઉત્કર્ષ, મહિલા સલામતી, મહિલા સશક્તિકરણની માહિતી અને બેટી બહુ એક સમાન એવા કાર્યક્રમની માહિતી આપી અને આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે દરેક લોકોને જણાવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા પંચમહાલ જિલ્લા અધ્યક્ષ નિશાબેન ગજ્જર અને પંચમહાલ જિલ્લા મંત્રી દિવ્યાબેન લુહાણા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ.

ProudOfGujarat

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮ એપ્રિલના રોજ તેરમો પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat

દહેજ જીઆઇડીસી માં હવા પાણી પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!