સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના રોગના સંક્રમણથી ઘેરાઈ ગયું છે ત્યારે ભારત અને ગુજરાત પણ આ રોગના સકંજામાં આવી ગયું છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા ડોક્ટર પિનાકીન પંડ્યા જિલ્લા આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આર આર જનરલ હોસ્પિટલ લીંબડીમાં ફરજ બજાવતા ડોક્ટર જીતેન્દ્ર ડી મકવાણા આયુર્વેદિક મેડિકલ ઓફિસર તથા ડોક્ટર પ્રકૃતિ એસ સોલંકી હોમિયોપેથિક મેડિકલ ઓફિસર કોરોના રોગ સામે પ્રજાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉત્તમ કામગીરી આ સેન્ટરમાં કરી રહ્યા છે. ત્યારે આ સેન્ટર દ્વારા પ્રજાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ આ સિવિલ હોસ્પિટલમાં અવિરત ચાલુ છે આ સાથે આયુર્વેદિક સંશમની વટી તથા હોમિયોપેથિક આર્સેનિક આલ્બ 30 નું બહોળા પ્રમાણમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો લીંબડી શહેરના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. તેમજ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ વિભાગ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલી લીંબડી સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક સેન્ટરની સરાહનિય કામગીરી બંને ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે.
Advertisement