ભરૂચ શહેરમાં આવેલ જીલ્લાની એકમાત્ર ગરીબ અને મધ્યમવર્ગ માટેની હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ પરંતુ આ હોસ્પિટલનાં ખાડે ગયેલ વહીવટનાં પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોરોના યુગમાં એવાં ઘણા કિસ્સા બન્યા છે જેમાં સિવિલ હોસ્પિટલનાં કર્મચારી દ્વારા બેદરકારી દાખવવામાં આવતા દર્દીઓનાં સગા-સંબંધીઓને ભોગવવું પડયું છે. કેટલીકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનાં પગલે કોરોના પીડિત દર્દીનાં મોત પણ નીપજયાં છે. ત્યારે હાલમાં જ એવો એક કિસ્સો બન્યો કે જેને લઈને સિવિલ હોસ્પિટલનાં કારભારને લઈ ફિટકારની લાગણી ઊભી થઈ છે. આ બનાવમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સમાં કોરોના પોઝીટીવ દર્દીનાં મૃતદેહને ઉતારવા માટે કોઈ સ્ટાફ તૈયાર થયું ન હતું. લગભગ પોણો કલાક બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આવા ઘણા કિસ્સાઓ સિવિલ હોસ્પિટલનાં જાણવા મળવા છતાં સિવિલ હોસ્પિટલનો કારોબાર સુધરતો નથી.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગે વધુ એક ધૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતા ચારે તરફ સિવિલ હોસ્પિટલ માટે ફિટકારની લાગણી.
Advertisement