જીલ્લામા બુટલેગરો બેફામ બન્યા છે. બૂટલેગરો વિવિધ તરકીબો અપનાવી અન્ય રાજયો માથી દારુગુજરાતમા ઘૂસાડતા
હોયછે. ગોધરા એલ.સી.બી પોલીસની ટીમે બાતમીના આધારે દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. બાતમીના આધારે એલ.સી.બી ની ટીમે ગોધરા શહેરના ગાંધીપ્રેટોલ પંપ પાસે વોચ ગોઢવી હતી. જેમા મધ્ય પ્રદેશ તરફથી એક ઝાયલો ગાડી દારુના જથ્થા સાથે આવતી હોવાની બાતમી મળી હતી. બાતમીના વર્ણનવાળી મધ્યપ્રદેશની પાર્સિગ વાળી ઝાયલો ગાડી આવતા પોલીસે તેને રોકી હતી. આથી પોલીસે ગાડીની તપાસ હાથ ધરી હતી. જેમા સીટોમા ખાના બનાવીને છુપાવેલો દારુ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈસમની પુછપરછ કરતા કમલેશ તોમર રહે મધ્યપ્રદેશ હોવાનુ જણાવ્યુ હતુ. જે ભલાણીયા ગામના રાણાભરવાડે મંગાવ્યો હોવાનુ ઇસમે પોલીસને જણાવ્યુ હતુ. પોલીસે દારુનોજથ્થો તેમજ ઝાયલો ગાડી સહિત ૨,૩૬,૨૮૦ લાખનો મૂદામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલમા ઝાયલો ગાડીમા સીટોમા છુપાવેલો દારુ પોલીસે ઝડપી પાડ્યો.
Advertisement