ભરૂચ જિલ્લા ખાતે છેલ્લા 27 વર્ષથી કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને યુનીફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચમાં ફાટાતળાવ ખાતે આવેલ ગડરીયાવાડ રાણા પંચની વાડી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા નોટબુક, સ્કુલબેગ અને યુનીફોર્મનાં વિતરણનો કાર્યક્રમ ફીઝીકલ ડિસ્ટન્સિંગ સાથે યોજાયો હતો. આ પ્રસંગે સમિતિના પ્રમુખ પરેશ મેવાડા ઉપરાંત ગડરીયા સમાજના પ્રમુખ સુનિલભાઈ ગડરીયા, મહિલા આગેવાન ચંદ્રિકાબેન પરમાર,વૈશાલીબેન ગડરીયા,જ્યોતીન્દ્ર ચંદેલ તેમજ દીપિકાબેન પરમાર સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમિતિના પ્રમુખ પરેશ મેવાડાએ જણાવ્યું હતું કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવા માટે આ સંસ્થા પ્રતિબદ્ધ છે અને અત્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. ભવિષ્યમાં પણ દર વર્ષે આ પ્રવૃત્તિમાં હજારો વિદ્યાર્થીઓ માટેની તમામ જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.ગડરીયા સમાજના પ્રમુખ સુનિલભાઈ ગડરીયાએ જણાવ્યુ હતુ કે પરેશભાઈ મેવાડા સમાજના નબળા અને વર્ગને શિક્ષિત કરવા માટે જરુરી ભણતર માટેની સામગ્રીનું વર્ષોથી વિતરણ કરે છે એ ખુબ અભીનંદનને પાત્ર છે.આવી સેવા થકી જ સમાજ આગળ વધશે.અત્રે નોંધવું રહયુ કે ડો.બાબા સાહેબ આંબેડકર ઉત્થાન સમિતિ ભરૂચનાં વિવિધ વિસ્તારમાં નાના કાર્યક્રમ કરી ફીઝીકલ ડીસ્ટનસ સાથે નોટબુક, સ્કુલબેગ અને યુનીફોર્મનું વિતરણ કરશે.
ભરૂચ : ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કુલ બેગ અને યુનિફોર્મનું વિતરણ કરાયું.
Advertisement