માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ખેડૂત મંડળીમાં યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ફક્ત બાર ટન જેટલું યુરિયા આવ્યું છે. હાલમાં ખેડૂતો ડાંગર, સોયાબીનમાં ખાતર નાખવું હિતાવત હોવાથી આજુબાજુના ડેપોમાં પણ ખાતર નહિવત હોવાથી ખાતરની અછત વર્તાય રહી છે.વાંકલ મંડળીનાં પ્રમુખ રમેશભાઈ ચૌધરી માહિતી આપી હતી કે વાંકલ ખાતર ડેપો દ્વારા એક ખેડૂતને ત્રણ ગુણ યુરિયા ખાતર આપવામાં આવે છે અને તેમનો આધાર કાર્ડની નકલ લઈને ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.વાંકલ સસ્તા અનાજની દુકાન પર અને કુપન કાઢવવાની પણ મોટી લાઈનો જોવા મળી હતી.
Advertisement