Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

Share

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના મોહમદી મહોલ્લા, હાલોલ નગરપાલિકાના મોહમદી સ્ટ્રીટ અને જી.આઈ.ડી.સી. કવાટર્સ, ઘોઘમ્બાના લીમડી ચોક તેમજ શહેરા તાલુકાના સરાડીયા ગામના પગી ફળીયા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં ૨૬ મી જૂનના રોજ કોરોના સંક્રમણનો છેલ્લો કેસ નોંધાયો હતો. આ સાથે ગોધરા નગરપાલિકાના મોહમ્મદી મહોલ્લાના ૨૨ મકાનોના ૭૧ વ્યક્તિઓ, હાલોલ નગરપાલિકાના મોહમદી સ્ટ્રીટના ૧૩ મકાનોના ૪૨ વ્યક્તિઓ, ઘોઘમ્બાના લીમડી ચોકના ૭ મકાનોના ૨૪ વ્યક્તિઓ, શહેરા તાલુકાના સરાડીયા ગામના પગી ફળીયાના ૭ મકાનોના ૩૩ વ્યક્તિઓ આ સાથે નિયંત્રણમુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૨૨૩ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૯૬ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર રોડ સાઈડ ઉભેલા વાહનોને પિકઅપ ચાલકે અડફેટે લીધા : ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

ProudOfGujarat

નેત્રંગનાં રહેણાંક વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત : વસાહત વિસ્તારમાં 2 ડુક્કરનો શિકાર કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!