ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીકનાં ઉમધરા ગામે ગામ અગ્રણીઓ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ઠેરઠેર આયુર્વેદિક વસ્તુઓનાં ઉપયોગથી બનાવેલ ઉકાળા બનાવીને લોકોને પીવડાવવામાં આવે છે.ઉમધરા ગામે ગામ અગ્રણીઓ મુળજીબાવા નકુમ તલાટી પરેશભાઇ સરપંચ કંચનભાઇ અને સામાજીક કાર્યકર હરેન્દ્ર રાજ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિઓનું આપણી ભારતીય સંસ્કૃતિમાં મોટું મહત્વ રહ્યુ છે. દરેક વનસ્પતિ કોઇને કોઇ ઔષધીય ગુણો ધરાવતી હોય છે.આજે જ્યારે કોરોના એક વૈશ્વિક મહામારીના રૂપે દેખાઇ રહ્યો છે, ત્યારે આયુર્વેદિક ઉકાળાઓ પણ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયરૂપ થઇ શકે છે. કોરોનાની મહામારીને અંકુશમાં લાવવા તંત્ર તો તેની કામગીરી કરે જ છે, ત્યારે ગામડાઓ અને શહેરોમાં આયુર્વેદિક ઉકાળા બનાવીને વિતરણ કરવામાં આવેછે તે એક સુંદર બાબત ગણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
ઝઘડીયા : ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement