સુરત જિલ્લા પ્રાથમિક સંઘની કારોબારી સભા પ્રમુખશ્રી કિરીટભાઈ જે. પટેલની અધ્યક્ષતામાં દઢવાઢા કેન્દ્ર શાળામાં મળી હતી. કારોબારી સભા માસ્ક પહેરીને તેમજ સોસીયલ ડિસ્ટન્સ રાખવામાં આવેલ હતું. પ્રથમ કોરોનામાં દેવલોક પામેલા દેવન્દ્રસિંહ કોસાડા અને ચીન સરહદે દેવલોક પામેલા વીર શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિપ પ્રાગ્ટય બાદ પ્રોસેડિંગ વાંચન નવા મહામંત્રી અરવિંદભાઈ બી. ચૌધરી દ્વારા કરવામાં આવેલ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ દ્વારા હોમલનિઁગ માટે તમામ શિક્ષકો બાળકો સાથે મોબાઈલથી સંપર્ક રહે અને શિક્ષણ ધબકતું રાખવા વધુ પ્રયત્નો કરવા આહવાહન કરેલ હતું. રાજ્ય હોદ્દેદાર તરીકે એરિક વી. ખ્રિસ્તી અને શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય તરીકે વિશ્વજીત જી.ચૌધરીનું નામ સર્વાનુમતે ઠરાવેલ સહમંત્રી તરીકે કુમેદભાઈ એસ. ચૌધરી અને ભૂપેન્દ્રભાઈ ચૌધરીનું નામ ઠરાવેલ જે કારોબારી સભાએ સર્વાનુમતે સ્વીકારેલ હતું. ત્યારબાદ જિલ્લા સલાહકાર સમિતિના કન્વીનર તરીકે અનિલભાઈ ચૌધરીની નિમણૂક, શિક્ષક કલ્યાણનિધિ મંત્રી તરીકે કામગીરી કરનાર શાંતિલાલ પટેલ પલસાણાની નિમણૂક પ્રચાર મંત્રી તરીકે વિજયભાઈ પટેલ ઓડિટર, જિલ્લા પ્રચાર મંત્રી, જિલ્લા સંઘઠન મંત્રીની તથા અન્ય હોદેદારોની નિમણુક કારોબારીમાં બહુમતીથી ઠરાવ પ્રસાર કરેલ હતો. શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રફૂટ એવોર્ડ મેળવનાર ગણપત સિંહ મહિડાનું જિલ્લા સંઘના હોદેદારો દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. પ્રમુખ સ્થાને થી કિરીટભાઈ પટેલે ૪૨૦૦ ગ્રેડ પે માટે રાજ્યસંઘની સફળતા માટે આભાર વ્યકત કરતો ઠરાવ કરેલ. બાકી ઉચ્ચતર પગાર ધોરણનાં કામો માટે સત્વરે કામ પૂર્ણ કરવા ઠરાવેલ. કોરોના-૧૯ ની કામગીરી તમામ કર્મચારીની ફરજ છે જેમાં સમયે સમયે આપેલ કામગીરી સ્વીકારી દિલથી કામગીરી કરવા કારોબારીએ સર્વાનુમતે સ્વીકારેલ હતું. આ કારોબારી સભામાં અરવિંદભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, એરિકભાઈ ખ્રિસ્તી, બળવંતભાઈ પટેલ, બિપિન ભાઈ વસાવા, પ્રફુલચંદ્ર પટેલ, દિનેશભાઈ સોલંકી, દિનેશ ભાઈ ભટ્ટ, ચેતન ભાઈ પ્રજાપતિ, રીના રોઝલીન ક્રિસ્ટીઅન, પુષ્પાબેન ભટ્ટ અન્ય હોદેદારો હાજર રહ્યા હતા. આ સભા માટે માંડવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.
Advertisement