Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ પૂર્વ વિભાગ ખેડૂત કો. ઓ. કોટન સેલ સોસાયટી લી. ખાતે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ફોસ ખાતરની ખરીદી માટે જણાવતા ખેડૂતોમાં રોષની લાગણી.

Share

કરજણ પૂર્વ વિભાગ ખેડૂત કો.ઓ.કોટન સેલ સોસાયટી લી. ખાતે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ફોસ ખાતરની ખરીદી માટે જણાવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં હાલમાં સારો વરસાદ થવાથી કરજણ તાલુકાના આજુબાજુના ગામોમાં રાસાયણિક ખાતર યુરિયાની જરૂરિયાત ઉભી થવા પામી છે. ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરજણ પૂર્વ વિભાગ ખેડૂત કો. ઓ. કોટન સેલ સોસાયટી લી. ખાતે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ફોસ ખાતરની ખરીદી કરવા ડેપોના સંચાલકે જણાવ્યું હોવાનું ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. આવા નિયમના પગલે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. શુક્રવારે કરજણ ખાતે યુરિયા ખાતર લેવાં ગયેલા ખેડૂતોને યુરિયા સાથે ફોસ ખાતર પણ ખરીદી કરવાનો ખાતર ડેપોના સંચાલકે આગ્રહ કરતા ખેડૂતોમાં અસંતોષ વ્યાપી ગયો હતો. હાલ કોરોના મહામારી વચ્ચે ખેડૂતો ત્રસ્ત છે ત્યારે ડેપો સંચાલકના નવા નવા નિયમોના પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદમાં દીકરીના આણા માટે રાખેલા દાગીના અને રોકડ રકમની તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ : આમોદથી જંબુસર તરફ જવાના માર્ગ પર એપેક્ષ કંપની પાસે બે ફૂટ જેટલા ઊંડા ખાડા હોવાના કારણે ટ્રક પલટી.

ProudOfGujarat

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!