ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પી.આઇ. ઓ.પી. સિસોડિયા અને તેમની ટીમે ચોરીનાં શંકાસ્પદ મોબાઈલ નંગ 25 તથા લેપટોપ નંગ 1 સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. આ અંગે વધુ વિગતે જોતાં અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે એક ઈસમ ગુલાબી કલરની કાપડની થેલીમાં ચોરીનાં મોબાઈલ દુકાનમાં વેચવા ફરી રહ્યો છે. આ બાતમીના આધારે ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી થેલી ચેક કરતાં મોબાઈલ 25, લેપટોપ 1 મળી આવ્યું હતું. જે અંગે આ ઈસમ કોઈ આધાર પુરાવા રજૂ કરી શકયો ન હતો. જેના પગલે તેને અને તેની પાસે ઉભેલ ઇસમને ઝડપી પડાયો હતો. ઝડપાયેલ ઇસમની તપાસ કરતાં તેમનું નામ અમિત ઉર્ફે ઇમલો રામજી વસાવા રહે.શિવશક્તિ એપાર્ટમેન્ટ સંજાલી તા.ભરૂચ અને મધુર રૈયજીભાઈ પરમાર રહે.નિશાળ ફળિયું સંજાલી જણાયું હતું. જેમની પાસેથી અલગ અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 25 કિં.98,500 અને એક એચ.પી. કંપનીનું લેપટોપ કિં.રૂ.આશરે 20,000 જપ્ત કરવામાં આવેલ છે. આરોપીની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે.
ચોરીનાં 25 મોબાઇલ અને લેપટોપ સાથે બે ઈસમો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.
Advertisement