વડોદરા રેન્જ આઇ.જી તેમજ ભરૂચ જીલ્લા એસ.પી ની ઉપસ્થિત માં લોકાર્પણ કરાયું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ભાલોદ રોડ પર આવેલ જુના પોલીસ સ્ટેશનના મકાનની બાજુમાં નવા પોલીસ સ્ટેશન ના મકાનનુ વડોદરા રેન્જ આઇ.જી.અભય ચુડાસમા અને ભરૂચ જીલ્લા એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના પટાંગણમાં રેન્જ આઇ.જી.ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. પોલીસ માટે લોકાર્પણ કરાયેલા નવા મકાનમાં કુલ ૪ રૂમનુ નિર્માણ કરાયુછે જેમાં પી.એસ.આઇ જયદિપસિંહ જાદવ ની બેઠક વ્યવસ્થા, બાજુમાં મહિલા કક્ષ જેમાં મહિલા આરોપીઓની પુછપરછ સહિતની કામગીરી કરાશે, પેહલા માળે ક્રાઇમ વિભાગ, રાઇટરની બેઠક વ્યવસ્થાની ગોઠવણ કરાઇ છે. જ્યારે જુના પોલીસ સ્ટેશનના મકાનમાં એલ.આઇ.બી.વિભાગ, ઓનલાઇન કામગીરી વિભાગ, નાગરિક સુવિધા કેન્દ્ર, ચાઇલ્ડ વેલ્ફેર વિભાગ, પી.એસ.ઓ.બેઠક તેમજ જેલ કાર્યરત રહેશે રાજપારડી પોલીસ સ્ટેશનની સ્થાપના ઓગસ્ટ ૨૦૧૪ માં કરવામાં આવી હતી. હાલમાં નવા પોલીસ સ્ટેશનના મકાનના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક પી.એસ.આઇ જાદવ, અંકલેશ્વર ડિ.વાય.એસ.પી ચિરાગ દેસાઇ, ઝઘડીયાના પોલીસ અધિકારીઓ, અંકલેશ્વર રૂરલના પી.આઇ, ઉમલ્લાના પી.એસ.આઇ, નેત્રંગના પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી