પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકા વિસ્તારના પોલિસ લાઈન (પોલિસ હેડક્વાટર્સ), ભોઈવાડા, કાલોલ નગરપાલિકાના પટેલ ફળિયા, અમૃત વિદ્યાલય, નવાપુરા તેમજ પટેલ ફળિયા અને હાલોલ તાલુકાના કંજરીના સનસિટી વિસ્તારોનો સમાવેશ થાય છે. ગોધરાના પોલિસ લાઈન (પોલિસ હેડક્વાટર્સ) ખાતે ૧૮મી જૂનના રોજ, કાલોલના પટેલ ફળિયામાં ૨૩મી જૂનના રોજ, હાલોલના સનસિટી વિસ્તાર અને અમૃત વિદ્યાલય, નવાપુરા વિસ્તારમાં ૨૪મી જૂનના રોજ અને ભોઈવાડા વિસ્તારમાં ૧ જુલાઈએ કોરોના સંક્રમણનો છેલ્લો કેસ મળી આવ્યો હતો. આ વિસ્તારોના ૫૮ ઘરોના કુલ ૧૭૨ વ્યક્તિઓ આ સાથે ક્લસ્ટરમુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૨૦૬ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે. જે પૈકી ૯૧ વિસ્તારોને ક્લસ્ટર મુક્ત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બાકીના ૧૧૫ વિસ્તારો હજી પણ નિયંત્રણ હેઠળ છે.
પંચમહાલ રાજુ સોલંકી