Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આર.સી.સી. રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્થાનિક રહીશોમાં નારાજગી.

Share

ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આરસીસી રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા રહીશોમાં નારાજગી જોવા મળી હતી. પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચી આરસીસી રોડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ગોધરા શહેરના પાવર હાઉસ ખાતે આવેલ વાલ્મીકીવાસ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામકાજ કરતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી અને રોડનું કામકાજ અટકાવી ફરીથી બનાવવાની માંગ કરતા રહીશોનો રોષ પારખી નગરપાલિકાના કોર્પોરેટરો રાજેશભાઇ ચૌહાણ અને નગરપાલિકા તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ આરસીસી રોડનું કામ કરવા તાકીદ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

હવે સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો, હવે સોડિયમ બેટરીનો થશે ઉપયોગ, આ છે તેની ખાસિયત..જાણો.

ProudOfGujarat

અફઘાનિસ્તાનમાં બપોરની નમાજ બાદ મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 15 ના મોત, 27 ઘાયલ

ProudOfGujarat

કોરોના રસીકરણ : છોટાઉદેપુર જિલ્લાના 67 ગામોમાં 100 ટકા રસીકરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!