પંચમહાલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ ધવલ પાર્ક-૨ વિસ્તારમાં ૨૭ મકાનોના ૭૩ વ્યક્તિઓની વસ્તી, વરિયા કોલોનીમાં આવેલ ૧૪ મકાનોના ૩૩ વ્યક્તિઓની વસ્તી, પોલિકેબ ગેસ્ટ હાઉસના ૨૪ મકાનો, આમ્રપાલી-૬ સોસાયટીના ૪ મકાનોની ૧૫ની વસ્તી, ગોકુલનગર વિસ્તારના ૯ મકાનોના ૨૬ની વસ્તી, જી.આઈ.ડી.સી. ક્વાટર્સમાં ૯ મકાનોમાં વસતા ૪૪ની વસ્તીને, આસ્થા રેસીડેન્સીના ૧૦ મકાનોમાં વસતા ૨૯ની વસ્તીને તેમજ હાલોલ તાલુકાના તરખંડા ગામના ચૌહાણ ફળિયાના ૪ મકાનોના ૧૫ વ્યક્તિઓની વસ્તી ઘરાવતા વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.
પંચમહાલ રાજુ સોલંકી