ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં ભરૂચ અંકલેશ્વર-હાંસોટ તાલુકાઓ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં પ્રથમ ક્રમે આવી રહ્યા છે. જ્યારે કે હમણાં સુધીમાં છ સદી વટાવી ચૂકેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહ્યા છે. ભરૂચમાં આજે 22 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા એમાં અંકલેશ્વર પંથકમાં 9, હાંસોટમાં 3, ભરૂચમાં 2, જંબુસરમાં 1, વાલિયામાં 2, વાગરામાં 4, ઝધડીયામાં 1 જેટલા લોકો આજે કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે જિલ્લામાં કુલ 26 લોકોને આજે હોસ્પિટલમાંથી સારવાર થતાં સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 665 લોકો સંક્રમિત થયા છે જેમાંથી 240 જેટલા એકટિવ દર્દી જણાય રહ્યા છે.
Advertisement