કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં વધતાં જતાં કોરોનાનાં કેસો અંગે ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા સવારે 7 થી બપોરનાં 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ જાહેરનામાની અમલવારી કડક રીતે કરવામાં આવી છે. જેમ કે વિતેલા ચોવીસ કલાક દરમ્યાન જાહેરનામાનાં ભંગ અંગે 40 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. બિનજરૂરી ફરતા લોકો સામે કાર્યવાહી કરી 57 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. ભરૂચમાં જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વકહતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થૂંકવા બાબતે કુલ 651 વ્યક્તિઓ પાસેથી કુલ 1.30 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે.
Advertisement