અંકલેશ્વરમાં પણ કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. તે સાથે સાથે કોરોના દર્દીનું મોત નિપજતા અનેક સમસ્યાઓનો સામનો મૃતકનાં પરિવારજનોએ કરવો પડે છે જેથી અંકલેશ્વરનાં કોરોના પોઝીટિવ દર્દીઓનું મોત થતાં તેમનાં મૃતદેહને ગોલ્ડન બ્રિજ સુધી પહોંચાડવા અલાયદી એમ્બુલન્સ અને પી.પી.ઇ. કીટથી સજ્જ કાર્યકરોની તાલીમ પામેલ ટીમ તૈયાર કરવામાં આવે તેવી માંગણી અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગેસ સભ્યો અને અગ્રણી નગરપાલિકાનાં સભ્ય શરિફ કાનુગાએ કરેલ છે. તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં કોરોનાથી અવસાન પામેલ દર્દીઓનાં સગાં-સંબંધીઓને અંતિમક્રિયા કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગ્રેસનાં સભ્ય શરિફ કાનુગાએ અલગ એમ્બુલન્સ અને કાર્યકરોની ટીમની માંગણી કરેલ છે.
Advertisement