નર્મદા રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં આગેવાન અને નગરપાલિકામાં 4 ટર્મથી સેવા આપનાર યુસુફ દાઉદ સોલંકીનું આજે વહેલી સવારે હદય હુમલાથી અવસાન થયું હતું. તેમની પત્નીને 3 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા તેમને કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ગઈ કાલે આરોગ્ય વિભાગનાં બપોરના 4 વાગ્યાના રિપોર્ટમાં તેમનો રેપિડ ટેસ્ટ આવ્યો હતો ત્યારબાદ તેઓ પણ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા ત્યાં તેમને આજે વહેલી સવારે હદય હુમલાથી અવસાન થયાની વાત રાજપીપળા મુસ્લિમ સમાજમાં ફેલાતા સન્નાટો છવાઈ ગયો હતો અને તેમના નિવાસ સ્થાને હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત તમામ લોકો દોડી આવ્યા હતાં. યુસુફ દાઉદ સોલંકી રાજપીપળાનાં મુસ્લિમ સમાજ એક સંનિષ્ઠ સમાજ સેવક હતા તેમને 1995 થી રાજપીપળા નગરપાલિકામાં ઝંપલાવ્યા હતા. નગરપાલિકામાં 2 વાર ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી તેમની નિધન અંગે નાદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળાના મુસ્લિમ સમાજનો અવાજ એટલે યુસુફ દાઉદ આજે સમાજ વચ્ચેથી જતા રહ્યા તેઓ નિખાલસ અને હંમેશા સમાજ પ્રત્યે તત્પર રહેનાર આજે સાચો સેવક આપના વચ્ચેથી સમાજને અલવિદા કઈ ગયાં એ ખોટ હંમેશા રહેશો. તેમની અંતમયાત્રામાં ધારાસભ્ય પી ડી વસાવા, માજી પ્રમુખ ભરત વસાવા, નગરપાલિકા સદસ્ય મહેશ વસાવા, કમળ ચોહાણ, પૂર્વ સભ્ય નિલેશ અટોદરિયા સહિત રાજપીપળાનાં મુસ્લિમ આગેવાનો સહિત તમામ સમાજનાં લોકો જોડાયા હતા.
મોન્ટુ શેખ, રાજપીપળા