ભરૂચ પંથકમાં વધુ એક પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી છે. છેલ્લા માત્ર એક સપ્તાહનાં સમયમાં ચાર સ્થળોએથી પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવવાનો સિલસિલો ફલશ્રુતિ નગરથી શરૂ થયો હતો. ત્યારબાદ જયોતિનગરનાં વળાંક પાસે તેમજ સેવાશ્રમ રોડ પાસેથી પણ પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવેલ પી.પી.ઇ. કીટને એક પશુ ખેંચી જતું હોય તેવા દ્રશ્યોનાં વિડીયો વાઇરલ થયા હતા. ત્યારબાદ ગણતરીનાં સમય પછી કંથારીયા નજીક આવેલ જીન્નત બંગલોઝ પાસેથી ખુલ્લામાંથી પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી હતી. જેથી સ્થાનિકોમાં ફફડાટ મચી જતાં આખરે પી.પી.ઇ. કીટ સામાજીક આગેવાનોએ સળગાવી હતી. આમ ઉપરાચાપરી પી.પી.ઇ. કીટ મળી આવવાના બનાવો વધતાં લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.
Advertisement