લીંબડી શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા બ્રાહ્મણ પરિવારે અગ્રગણ્ય અખબારનાં “મનથી ત્યજીએ મૃત્યુ ભોજન” પહેલને સમર્થન આપ્યું છે અને પંડયા પરિવારના પાંચેય સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો છે. લીંબડી શહેરના શિક્ષીત પંડયા પરિવારના મોભી કે.ડી.પંડયા પત્ની ભગવતીબેન, પુત્ર હિતેષ પંડયા, પુત્રવધુ છાયાબેન અને પૌત્ર ધાર્મિક પંડયાએ મૃત્યુ પછી કોઈપણ પ્રકારના લૌકિક વ્યવહાર, રોકકળ, કાંણ-મોકાણ અને મૃત્યુ ભોજનનો જંગી ખર્ચ બચાવી જરૂરીયાતમંદોને મદદરૂપ બનવા કટીબદ્ધ દાખવવાની પ્રતિજ્ઞા લીધી છે. જીવનભર શિક્ષણ સાથે જોડાયેલા પંડયા પરિવારના પાંચેય સભ્યોએ મૃત્યુ બાદ દેહ-દાનનો સંકલ્પ કર્યો છે. મૃત્યુ પછી પરિવારના સભ્યનું શરીર મેડીકલના સ્ટુડન્ટ્સને અભ્યાસ કરવા માટે ઉપયોગી બને તે માટે પાંચેય વ્યક્તિએ દેહદાનનો નિર્ણય લીધો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement