નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સતત દોડતું આવ્યું છે પરંતુ અમુક વિસ્તારોમાં તાજેતરમાં જ પોઝીટીવ કેસ વધ્યા હોવાનું સામે આવતા આ બાબતે ચિંતિત આરોગ્ય વિભાગના એપેડમિક ઓફિસર ડો.કશ્યપનાં માર્ગદર્શન હેઠળ ગુરુવારથી પાંચ અલગ અલગ ટિમો બનાવી કોરોના રેપીડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી હોય જેમાં પ્રથમ દિવસે રાજપીપળાના નવા ફળીયા, કાછીયા વાડ,મોટા માલીવાડ,ભાટવાડા,સિંધીવાડ આરબ ટેકરા જેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગનાં ડો.વલવી સાથે ડો.હિમાંશુ પંચોલી, ડો.ધવલ પટેલ સહિત અન્ય ડોક્ટરો તેમજ લેબોરેટરીની ટિમોએ 100 જેવા લોકોના રેપીડ ટેસ્ટ કર્યા હતા.આ કામગીરી દસ દિવસ જેવી ચાલશે જેમાં અંદાજે એક હજાર જેવા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.આમ કોરોનાનાં કેસ બાબતે નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટિમો તૈનાત કરી કોરોના બાબતે ખાસ કાળજી લેવાઈ રહી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળામાં 5 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ : નર્મદા જિલ્લા આરોગ્ય એલર્ટ.
Advertisement