ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિ. દ્વારા લાઈફ સાયન્સ (બાયોસાયન્સ) ના વિવિધ વિષયો જેવાકે બોટની, જૂલોજી, માઈક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, બાયોકેમિસ્ટ્રી વગેરેની નેટ સી.એસ.આઈ.આર.(CSIR) દ્વારા લાઈફસાયન્સ વિષયમાં લેવાય છે. માત્ર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની દરેક યુનિ. ના/કોલેજના વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગનો લાભ મળે તેવા હેતુથી યુનિ. દ્વારા આજે બાયોસાયન્સ વિભાગના નેટ/જીસેટ/પી.એચ.ડી./એમ.એસ.સી/એમ ફિલ પરીક્ષા તૈયારી પ્રોગ્રામ 2020-21 ની શરૂઆત થઈ હતી. યુનિ. ના કુલપતિશ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે ખાસ માત્ર આજ યુનિ. નહીં પરંતુ દરેક યુનિ. ના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં જોડાય તથા પોતાની કારકિર્દી બનાવે તેવી સદભાવના રજૂ કરી હતી. તેઓએ ખાસ જણાવ્યુ કે આ પ્રોગ્રામ માં દેશની જુદી જુદી વિવિધ યુનિ. ના તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને મફત ઓનલાઈન શિક્ષણ અપાસે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થશે. ખાસ જ્યારે અત્યારે આવી પરિક્ષાની તૈયારીના નામે વિદ્યાર્થીઓ અઢળક પૈસા ખર્ચે છે ત્યારે મફત ઓનલાઈન વ્યાખ્યાનોના માધ્યમથી વિદ્યાર્થીઓની સ્કીલ્સ વધારી શકાસે. યુનિ. ના નેટ-જીસેટ પ્રોગ્રામ કોરડીનેટર ડો.અજય સોની સાહેબે સૌને આવકાર્ય હતા. બાયોસાયન્સ વિભાગના કોરડીનેટર ડો. રૂપેશ નાકરે મુખ્ય વકતાઓ ડો. હશમુખ મોદી સાહેબ (ડિપાર્ટમેંટ ઓફ લાઈફસાયન્સ, ગુજરાત યુનિ.) અને ડો. નિસિથ ધરાઈયા (હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજ. યુનિ.)નો પરિચય આપ્યો હતો. તેઓ એ બાયોસાયન્સમાંથી પ્રોબાયોટિક્સ અને ઇકોલોજી વિષયો ઓનલાઈન લીધા હતા જેનો લ્હાવો સૌએ લીધો હતો. આ પ્રસંગે અન્ય યુનિ. ના ડો. વૃંદા ઠાકર (સૌરાષ્ટ્ર યુનિ.), ડો. બી. એલ. પૂંજાણી (તલોદ, એચએનજીયુ), ડો. પી.એસ.નાગર (એમએસ યુનિ.), ડો. મનીષ પટેલ (સંશોધન વૈજ્ઞાનિક, મકાઇ સંશોધન કેન્દ્ર) ઉપરાંત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઑ, અધ્યાપક શ્રીઓ અને પ્રિન્સિપાલશ્રી ઑ જોડાયા હતા. આ સુંદર કાર્ય માટે કુલસચિવ શ્રી ડો. અનિલ સોલંકી સાહેબે સુભકામના પાઠવી હતી.બાયોસાયન્સ વિભાગ દ્વારા આવા કુલ 50 થી પણ વધુ ઓનલાઈન વ્યાખ્યાનો આપવાનો ટાર્ગેટ રખાયો છે ત્યારે વિદ્યાર્થીઓએ શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ની યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયલ રહે તેવું જણાવ્યુ હતું. આભાર વિધિ ડો.મુકેશ ચૌહાણ (કોઓડિનેટર કેમિસ્ટ્રી) તથા ફાલ્ગુની પરમાર (આસી કોઓર્ડિનેટર, બાયોસાયન્સ) એ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડો. રૂપેશ નાકરે (કોઓર્ડીનેટર, બાયોસાયન્સ, નેટ.જીસેટ પરીક્ષા પ્રોગ્રામ) કર્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં ફ્રી ઓનલાઈન ક્લાસ શરૂ કરાયા.
Advertisement