તા.16/07/2020 રાત્રે 09:37 કલાકે કોલ મળતાની સાથે વાલિયા ૧૦૮ એમ્બ્યુલન્સ કોંઢ ગામે પહોંચી કરૂનાબેનનાં સંબધીઓ જણાવેલ કે કરૂનાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ૧૦૮ નાં ઇ એમ.ટી હિતેશ તડવી અને પાઇલોટ મેહુલભાઈ વસાવા દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ૧૦૮ માં લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં.ત્યારે રસ્તામાં જ સેલોદ ગામ પાસે પહોચતા ઈ.એમ.ટી. હિતેશ તડવીને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ મેહુલભાઈ વસાવાને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇ.એમ.ટી હિતેશ તડવી અને પાયલોટ મેહુલભાઈ વસાવા બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવવામાં આવી. અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટર સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ કરૂનાબેનને દીકરીનો જન્મ થયો. કરૂનાબેનને દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. કરૂનાબેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝધડિયા ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટિમની કામગીરી હોસ્પિટલનાં સ્ટાફ તેમજ સગર્ભાનાં પરિવારજનો તેમજ ૧૦૮ નાં મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ નાં ઇ.એમ.ટી હિતેશ તડવી તેમજ પાઇલોટ મેહુલભાઈ વસાવા ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.
GVK EMRI 108 વાલિયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કોંઢ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.
Advertisement