ભરૂચ નગરમાં કોરોના દર્દીથી પોતાને સાચવવા માટે તેમજ જંતુમુકત રહેવા માટે પી.પી.ઇ. કીટ પહેરવામાં આવે છે. આવી પી.પી.ઇ. કીટ તબીબો અથવા કોરોના પોઝીટિવ દર્દી સાથે કોઈપણ કાર્ય જેવા કે અંતિમક્રિયા અથવા તો અન્ય કાર્યમાં ઉપસ્થિત રહેનારા વ્યક્તિઓએ ધારણ કરવી પડે છે. પી.પી.ઇ. કીટ અંગે સરકારની ચોકકસ ગાઈડલાઇનો છે જેમ કે ઓપરેશન થિયેટરનાં હાથનાં મોજા કે મોઢા પરના માસ્ક અંગે પણ ચોકકસ નિયમો હોય છે તેવી રીતે જ પી.પી.ઇ. કીટ અંગે સરકારે ચોકકસ ગાઈડલાઇન નકકી કરેલ છે. જે મુજબ પી.પી.ઇ. કીટ ધારણ કરનારે તેનાં ઉપયોગ બાદ ખૂબ સાવધાનીથી તેનો નાશ કરવાનો હોય છે કે જેથી પી.પી.ઇ. કીટ કોઈને ચેપ નાં લાગે પરંતુ કેટલાંક દિવસ પહેલા જ્યોતિનગર પાસે અને એ પહેલા પણ ભરૂચનાં એક અન્ય વિસ્તારમાં પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવી હતી. જેના પગલે ભરૂચનાં લોકોમાં તેમજ તંત્રમાં ચિંતાની લાગણી ફેલાય ગઈ છે. આવી પી.પી.ઇ. કીટો કોણ બેકાળજી ભરી નીતિ અપનાવી નિકાલ કરે છે તેની તપાસ કરવી રહી. તા.16-7-2020 નાં રોજ પણ બે પી.પી.ઇ. કીટ મળી આવી હતી. સેવાશ્રમ રોડ પાસે પી.પી.ઇ. મળી આવતા હડકંપ મચી ગયો છે. આ પી.પી.ઇ. કીટ પશુ ખેંચી જતાં હોય તેવા અરેરાટી દ્રશ્યો પણ સર્જાયા હતા. જેથી તંત્ર દ્વારા પી.પી.ઇ. કીટ અંગે જેતે વિસ્તારની આજુબાજુ વિસ્તારનાં સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસી આ બનાવ અંગે સંડોવાયેલાને કડક શિક્ષા કરવામાં આવે એવિ લોકમાંગ ઊભી થઈ છે.
ભરૂચનાં સેવાશ્રમ રોડ પર કચરામાંથી પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવતા ચકચાર મચી ગઈ.
Advertisement