ભરૂચ જીલ્લામાં આવેલ જુદા-જુદા વિસ્તારનાં દર્દીઓ અને તેમના સગા સબંધીઓને સિવિલ હોસ્પિટલમાં કડવા અનુભવો થઈ રહ્યા છે. નવેઠા તાલુકો ભરૂચ અને ત્યારબાદ ભરૂચ ભીડ ભંજન વિસ્તારનાં દર્દીઓનાં અનુભવ બાદ અંકલેશ્વર પંથકનાં રહેવાસીને સિવિલ હોસ્પિટલનાં કારભારનો કડવો અનુભવ થયો હતો. સગા સંબંધીઓ ખૂબ દર્દનાક પરિસ્થિતીમાં અંકલેશ્વરનાં રહીશ મૃતદેહને રિક્ષામાં લઈ જવા મજબૂર બન્યા હતા. તે સાથે જ તે સમયે રિક્ષાવાળાએ દર્શાવેલ માનવતાને બિરદાવી હતી તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલનાં કર્તાહર્તાઓએ હદય રોગથી મૃત પામેલનાં સગાં સંબંધીઓને જણાવ્યુ કે હાલ કોઈ સરકારી એમ્બુલન્સ નથી. એક તરફ મૃતકનાં સગાં સંબંધી મોતનાં બનાવને પગલે ખૂબ જ ગમગીન થઈ ગયાં હતા. તેવામાં સિવિલ સિવિલ હોસ્પિટલનાં આવા ખાડે ગયેલ કારભારનાં પગલે તેઓ સ્તબધ થઈ ગયા હતા. સગાં સંબંધીઓ પૈકી સંદીપ વસાવાએ ભારે હૈયે જણાવ્યુ હતું કે અમારે જણાવવું નથી પરંતુ જણાવવું પડે છે એમ્બુલન્સ ન મળતા છેવટે રિક્ષામાં મૃતદેહને લઈ જઈ રહ્યા છે તે સાથે સિવિલ હોસ્પિટલનાં મેદાનમાં જ પ્રવેશદ્વાર નજીક ખાનગી એમ્બુલન્સ ભાડે લઈ જવાતી હોય છે તેથી આવા ભાડેથી ફેરવનારા પોતાનો ધંધો થયા તે માટે રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ ગરીબ દર્દીઓ ભાડું ચૂકવી શકે તેવી પરિસ્થિતી હોતી નથી તેથી ના છૂટકે તેઓ રિક્ષામાં મૃતદેહ લઈ ગયા હતા. મૃતદેહનું કોરોના ટેસ્ટિંગ કરાયું કે કેમ અને તેનો રિપોર્ટ શું આવ્યો તે હજુ જાણી શકાયું નથી.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.
Advertisement