વૈશ્વિક મહામારી કોવીડ 19 ના વધતા કેસોને કારણે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરની આસપાસના વિસ્તારો માટે વધુ સેવાઓ અને વધુ બેડ સાથે કોવિડ 19 હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તેમજ હાલ વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય જેથી અહીંયાના દર્દીઓને વડોદરા તેમજ સુરત જવું ના પડે અને તે દર્દીઓને અહીંયા જ સારવાર મળે એવી માંગ સાથે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાને લેખિત રજુઆત કરતો પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીના પૂર્વ ચેરમેન સિકંદર ફડવાલા દ્વારા લખવામાં આવ્યું.
Advertisement