પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે બેન્ક સખી બહેનોને ૧૦ નિઃશુલ્ક બાયોમેટ્રિક ડીવાઈસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા લાઈવલી હૂડ મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને કોમન સર્વિસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સ્વસહાય જૂથના બેન્ક સખી તરીકે જોડાયેલા ૧૦ બહેનોને ડીડીઓશ્રી ના હસ્તે બાયોમેટ્રિક ડીવાઈસનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથના બહેનોને કોમન સર્વિસ સેન્ટરના સહયોગથી બેન્ક મિત્ર તરીકે જોડી ગ્રામ્ય વિસ્તારમાં બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા અને સખીમંડલના બહેનોને રોજગારી પણ મળી રહે તે દિશામાં પહેલ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના ગ્રામ્યવિસ્તારની બહેનોને ડીજીટલક્ષેત્રે સાંકળવાના અભિનવ પ્રયાસ અન્વયેનું એક મહત્વપૂર્ણ કદમ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બી.સી) સખી છે. બેન્ક સખી દ્વારા ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે જેનાથી કમિશનરૂપે નિયત રકમ મળશે અને બહેનોની આજીવિકામાં વધારો થશે.
બી.સી.સખી થકી હવે ગ્રામ્ય વિસ્તારમાં અધારકાર્ડથી લિંકેજ બેકીંગ સેવાઓ જેમકે, પૈસાની લેવડ દેવડ, વીમા પ્રિમિયમ, યુટીલીટી બિલ પેમેન્ટ, ડીશ ટીવી-મોબાઇલ રીચાર્જ, પાનકાર્ડ,પાસપોર્ટ માટેની એપ્લીકેશન, ટેલિમેડિસિન, કેસીસી કાર્ડ,પેન્સનરોને લાઈફ સર્ટિફિકેટતથા સી.એસ.સીની અન્ય તમામ કામગીરી સેવાઓ ફિંગર પ્રિન્ટ ડિજિટલ ડિવાઇસથી ઉપલબ્ધ થશે.
પંચમહાલ રાજુ સોલંકી